તો દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા. નવસારી, તાપી, ડાંગ, સુરત, વલસાડમાં વરસાદનું એલર્ટ. દેશમાં અત્યાર સુધી વરસાદમાં 25 ટકાનો નોંધાયો ઘટાડો. ચોમાસું આગળ વધતાં ઘટ પૂરી થવાની હવામાન વિભાગને આશા. દેશમાં પ્રવેશ બાદ ચોમાસું થયું સ્થગિત. બે-ત્રણ દિવસમાં અનુકૂળ વાતાવરણ મળતાં ચોમાસું આગળ વધશે. હાલ ચેન્નાઈ, મહારાષ્ટ્ર અને બંગાળમાં અટવાયું છે ચોમાસું. બે-ત્રણ દિવસમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશના અન્ય ભાગોને કવર કરશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્લોબલ વોર્મિંગને પગલે. ચોમાસાનો મિજાજ પણ બદલાયો છે. ચોમાસાની ઋતુમાં થતાં સામાન્ય વરસાદને બદલે. એકાએક ધોધમાર વરસાદ જોવા મળે છે. અને આ વખતે પણ તેવી જ શક્યતા સેવાઈ રહી છે. હાલ અટવાયેલું ચોમાસું બે-ત્રણ દિવસમાં ઝડપથી પ્રગતિ કરે તેવી શક્યતા છે. તે મગહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશના અન્ય ભાગોને કવર કરવાની સાથે. ઓડિશા અને છત્તીસગઢ સુધી પહોંચે. તેવી પણ શક્યતા છે.