દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની શક્યતા, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, હળવા ભેજને લીધે 22 ઓક્ટો. સુધી હળવા વરસાદનું અનુમાન, ડાંગ, વલસાડના વિવિધ વિસ્તારોમાં વરસાદના એંધાણ, બંગાળના ઉપ સાગરમાં વાવાઝોડું રચાશે: અંબાલાલ, "ઓક્ટો. અંતમાં દક્ષિણ ગુ., સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વરસાદ આવશે" જાણે વરસાદને તહેવારો પસંદ ના હોય તેમ હાલ સતત તહેવારોના સમયે વરસાદી માહોલ બરોબર જામે છે.ત્યારે ફરી દિવાળી અને નવા વર્ષના તહેવારમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.અંબાલાલની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસે મેઘો પ્રચંડ પવન સાથે ભરપૂર વરસી શકે છે.દિવાળીના ફટકડાઓનું સૂરસુરિયું થઈ શકે છે.હળવા ભેજને લીધે 22 ઓક્ટો. સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.તો ઓક્ટોબરના અંતમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વરસાદ આવશે તો બીજી તરફ નવેમ્બર મહિનામાં રાજ્ય અને દેશના વાતાવરણમાં પલટાના એંધાણ છે.નવેમ્બરમાં અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે.ભર શિયાળે પણ ચોમાસા જેવો માહોલ સર્જાઈ શકે છે.