આમ આદમી માટે વધુ એક રાહતભર્યા સમાચાર છે. ખાદ્યતેલના ભાવોમાં હજુ પણ ઘટાડો થઇ શકે છે. ખાદ્ય તેલના ભાવને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે તેલ પરના મૂળભૂત આયાત કરમાં 10 ટકાનો ઘટાડો કર્યો છે... આયાત કરમાં ઘટાડાને કારણે, વિદેશી બજારોમાંથી આવતું તેલ હવે સસ્તું થશે, જેના કારણે સ્થાનિક બજારમાં કિંમતો નિયંત્રણમાં રહેવાની અપેક્ષા છે. સપ્ટેમ્બર 2024માં ભારતે ક્રૂડ અને રિફાઇન્ડ વનસ્પતિ તેલ પર 20 ટકાની મૂળભૂત કસ્ટમ ડ્યુટી લાદી હતી.