પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી,કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય,1.7 કરોડ ખેડૂતોને લાભ થશે,વર્ષ 2025-26થી શરૂ થશે યોજના ,આગામી 6 વર્ષ સુધી ચાલશે યોજના,કૃષિ ઉત્પાદન વધારવાનો ઉદ્દેશ, પાકની વિવિધતા પર ધ્યાન કરાશે કેન્દ્રિત, ઓછા કૃષિ ઉત્પાદનવાળા 100 જિલ્લાઓ પર ફોકસ,આ યોજનામાં 36 કેન્દ્રીય યોજનાઓનું કરાશે એકીકરણ, દરેક જિલ્લાની પોતાની ધન-ધાન્ય સમિતિ રચાશે,દર મહિને 117 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિરીક્ષણ, ડિજિટલ ડેશબોર્ડથી યોજનાની કરાશે સમીક્ષા ઉલ્લેખનીય છે કે આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી, 2025ના રોજ બજેટ દરમિયાન કરી હતી. ઉત્પાદન વધારવા, પાકની વિવિધતા, ટકાઉ ખેતી, આધુનિક સંગ્રહ અને આ જિલ્લાઓમાં દરેક ખેડૂતને સસ્તી લોન પૂરી પાડવાનો આ યોજનાનો ઉદ્દેશ છે. ખેડૂતોને ઘઉં અને ડાંગર જેવા પારંપરિક પાકને બદલે અન્ય પાકો અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે. 11 મંત્રાલયોની કુલ 36 યોજનાઓને રાજ્ય યોજનાઓ અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે મર્જ કરવામાં આવશે. PM ધન-ધાન્ય કૃષિ યોજના હેઠળ આયોજન અને દેખરેખ માટે દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નિષ્ણાતો અને પ્રગતિશીલ ખેડૂતોની બનેલી એક સમિતિની રચના કરાશે.