<strong>Ahmedabad :</strong> અમદાવાદમાં આજે 9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના 2257 જગ્યાએ યોગ દિવસના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ સેન્ટર પર યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત હાજર રહ્યા હતા. જ્યારે કોર્પોરેશનના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. .