ગુજરાત ATSએ પકડેલા આતંકીઓની તપાસમાં વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે.. ત્યારે શું હતું આતંકીઓનું મિશન આવો જોઈએ આ અહેવાલમાં.. આતંકીઓ ISIS અને ISKP જેવું વધુ એક આતંકી સંગઠન બનાવી રહ્યાં હતા જેનો માસ્ટરમાઈન્ડ છે આતંકી ડૉ.અહેમત સૈયદ. તે કટ્ટરવાદી યુવાનોને શપથ લેવડાવી પોતાના સંગઠનમાં સામેલ કરતો. તો ત્રણ યુવકને તો બાયા લેવડાવ્યા હતા. આતંકીએ ISISના હેન્ડલર અબુ ખદીજા સાથે બાયા લીધો હોવાનો પણ વીડિયો સામે આવ્યો છે..તેના મોબાઈલમાં PDF મળી આવી જેમાં સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ છૂપાવીને ફેલાવીને કટ્ટરવાદી વિચારધારા ફેલાવીને સંગઠન બનાવી શકે. 7 નવેમ્બરે આતંકી અહેમદનો લાલદરવાજાની ગ્રાન્ડ એમ્બેસી હોટલમાં રોકાયો હતો ત્યારના CCTV પણ સામે આવ્યાં છે.