સાબરકાંઠાની સાબરડેરીમાં ભાવફેર મુદ્દે પશુપાલકોનું આંદોલન યથાવત છે. એક તરફ પશુપાલકો રસ્તા પર દૂધ ઢોળીને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ કેટલાક પશુપાલકો દૂધનું મફત વિતરણ કરીને અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. હડિયોલ ગામના પશુપાલકોએ રસ્તા પર દૂધ ફેંકવાના બદલે શાળામાં બાળકોને મફતમાં દૂધ વિતરણ કરીને અનોખુ ઉદાહરણ રજૂ કર્યું છે. સાબરકાંઠાના હડિયોલમાં સાબરડેરીના ભાવફેર સામે પશુપાલકોનો વિરોધ. હડિયોલના પશુપાલકોએ મફતમાં દૂધનું વિતરણ કર્યું. શાળામાં બાળકોને મફતમાં દૂધ વહેંચ્યું. રસ્તા પર દૂધ ઢોળવાના બદલે દૂધનો ઉપયોગ કરીને વિરોધ નોંધાવ્યો.