બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પર રસાણા નજીક દાંતીવાડાથી પાટણ જતી કેનાલની દિવાલ તૂટી પડી હતી. પ્રોટેક્શન દિવાલ તૂટતા પાલનપુર ડીસા હાઈવે પર અકસ્માતનું જોખમ વધી ગયું છે. અગાઉ પણ આ કેનાલમાં છ પશુઓ મોતને ભેટ્યા હતા તેમજ કેનાલ પરથી પસાર થતી ટેલીફોનની લાઈન પણ તૂટી ગઈ હતી.