વાવ થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના ભટાસણા ગામની સીમમાં કેનાલમા ગાબડુ પડ્યું હતું તેના કારણે કેનાલ નજીક આવેલા એક જ પરિવાર ત્રણ ખેડુતોના ખેતરમાં વાવેતર કરેલ રાયડુ એરંડા અને જીરા ના પાક પર ગાબડાનું પાણી ફરી વળ્યું હતું તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવા નો વારો આવ્યો હતો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ગાબડા ના કારણે થયેલ નુકસાન નું વળતર આપે સાથે સાથે ખેડૂતોનો આક્ષેપ છે કે હલકી ગુણવત્તા ના કામો કરાયા છે તેથી કેનાલો તૂટે છે