TV9 ગુજરાતીના અહેવાલની અસર.રાજકોટ જિલ્લામાં બસથી વંચિત વિદ્યાર્થીઓની મળી બસ.રાજકોટન જસદણ તાલુકામાં 7 એવા ગામ હતા કે જ્યાં છેલ્લા 30 વર્ષથી એસટી બસ આવતી હતી નહીં..જેના કારણે ગામના વિદ્યાર્થીઓને શાળામાં જવામાં પારાવાર મુશ્કેલીઓ પડતી હતી.વિદ્યાર્થીઓની આ વ્યથાને ટીવી નાઈને વાચા આપતા તંત્ર હરકતામાં આવ્યું અને.જસદણના વીરપર, રાણીંગપર, રણજીતગઢ, બોઘરાવદર, આધિય અને રાજાવડલા ગામને આવરી લેતી જસદણ-ભંડારિયા રૂટની નવી બસ શરૂ કરી છે.30 વર્ષ પછી ગામમાં બસ આવતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં ખુશી છવાઈ હતી.ગ્રામજનોએ શ્રીફળ વધેરી, ડ્રાઈવર-કંડક્ટરને તિલક કરીને બસનું સ્વાગત કર્યું હતું