સુરતના સરથાણા વિસ્તારમાં બે બુલેટની થઈ ચોરી. યોગીચોક વિસ્તારમાં માત્ર પાંચ સેકન્ડમાં પગથી લોક તોડી બુલેટ લઈ તસ્કર ફરાર. તસ્કરોએ બુલેટ માલિકને ફોન કરી બુલેટ પરત આપવાના નામે અઢી હજાર રૂપિયા પડાવ્યા. પોલીસે ચોરોની શોધખોળ હાથ ધરી. સુરતના સરથાણાના યોગીચોક વિસ્તારની ઘટના, માત્ર પાંચ સેકન્ડમાં જ પગથી લોક તોડીને બુલેટ ચોરી કરીને ફરાર થયો,ચોરીના 25 મિનિટ બાદ વધુ એક બુલેટની ચોરી કરી ફરાર, બંને ચોરીની ઘટનાઓ CCTV માં કેદ થવા પામી છે, બુલેટ ચોરને ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેકી રહ્યા છે, ઉપરાંત બુલેટ માલિકને અજાણ્યા વ્યક્તિનો ફોન પણ આવ્યો હતો, તમારી બુલેટ છે તો મને ખબર જોઈએ તો પૈસા આપવામાં પડશે, એમ કહી ફરિયાદી પાસેથી ઓનલાઇન રૂપિયા 2500 પણ પડવામાં આવ્યા હતા, હાલ સમગ્ર મામલે સરથાણા પોલીસે ચોરી કરનાર ઇસમની તપાસ શરૂ કરી.