ગુજરાતના અનેક શહેરોમાં માવઠાને કારણે ઠંડક પ્રસરી છે. પરંતુ આ ઠંડક લાંબો સમય નહીં રહે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 8 મે બાદ આકરી ગરમી પડવાના એંધાણ વ્યક્ત કર્યા છે. કાળઝાળ ગરમી બાદ રાજ્યમાં ફરી આંધી-વંટોળ સાથે વરસાદ ત્રાટકી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં હજુ 8 મે સુધી છૂટા છવાયા વરસાદની શક્યતા છે. જે બાદ આકરી ગરમી પડશે અને ગરમી બાદ આંધી-વંટોળ સાથે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર. રાજ્યમાં હજુ 8 મે સુધી છૂટા છવાયા વરસાદની શક્યતા છે. જે બાદ આકરી ગરમી પડશે. અને ગરમી બાદ. આંધી-વંટોળ સાથે વરસાદનો રાઉન્ડ શરૂ થશે.