પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું અનેરૂ મહત્વ છે. દેશ-વિદેશથી ભક્તો સોમનાથની પાવન ધરા પર આવીને ધન્યતાની અનુભૂતિ કરતાં હોય છે. ત્યારે સોમનાથની પવિત્ર ભૂમિ પર વિદેશી પરિવારે મનની શાંતિ અને આધ્યાત્મિ અનુભવ માટે સ્થાનિક તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રામ્હણ સમાજના 11 ભૂદેવો સાથે હોમાત્મક લઘુરૂદ્ર યાગ કરાવી ધન્યતા અનુભવી. બ્રાઝિલના રહેવાસી ચાર્લીસ તેમનો પરિવાર સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા ઓનલાઈન ગ્રુપમાં જોડાયેલો છે.. જેમાં લઘુ રૂદ્ર કરાવનાર પુરોહિત ધવલ પ્રચ્છકનો સંપર્ક કરી તેઓએ સોમનાથની પાવન ધરા પર પૂજા-અર્ચના અને વૈદિક પરંપરા સાથે ભગવાન સોમનાથની પૂજા કરી બ્રાઝિલથી આવેલા ચાર્લીસ અને તેમનો પરિવારે પહેલા દ્વારકા દર્શન કર્યા અને પછી સોમનાથ આવ્યા. મહત્વનું છે કે બ્રાઝિલના રહેવાસી ચાર્લિસનો પરિવાર સનાતન ધર્મ સાથે જોડાયેલો છે. ચાર્લિસ અને તેમના પત્ની યોગ અને જ્યોતિષશાસ્ત્ર સાથે જોડાયેલા છે. સાથે યોગ સાધના, મંત્રોચ્ચાર, પૂજા-અર્ચના અને વૈદિક પરંપરાઓ પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને જોડાણ અનુભવે છે.. જેના લીધે તેમણે મનની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે સોમનાથ ધામને પસંદ કર્યું. ત્યારે સ્થાનિક પુરોહિત દ્વારા વિવિધ પૂજાઓ કરાવવામાં આવતાં સમગ્ર વાતાવરણ વૈદિક મંત્રોચ્ચારથી ગૂંજી ઉઠ્યું. સાથે જ વિદેશી પરિવાર દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાઓ પ્રત્યેની આસ્થા એ વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે વધતા આકર્ષણનો એક જીવંત દાખલો છે.