બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં ભયાનક અકસ્માત સર્જાયો છે, જ્યાં BAPSના સાધુઓ અને હરિભક્તો સવાર કાર રાતના સમયે કોઝવેમાં તણાઈ ગઈ. કારમાં કુલ 7 લોકો હતા જેમાંથી 9 વર્ષના બાળક અને 80 વર્ષના વૃદ્ધના મોત થયા છે, જ્યારે 4 લોકોને બચાવી લેવાયા છે. શાંત ચરિત સ્વામી હજુ લાપતા છે અને NDRFની ટીમે શોધખોળ શરૂ કરી છે. સાધુમંડળ બોચાસણથી સાળંગપુર જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના ઘટી.