કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ફરી એક વખત લહેરાયો છે ભાજપનો ભગવો. કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 39 હજાર 452 મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. રાજેન્દ્ર ચાવડાએ રેકોર્ડ બ્રેક મતોની લીડ સાથે જીત મેળવી છે. ભાજપના રાજેન્દ્ર ચાવડાને કુલ 99 હજાર 742 મત મળ્યા. જ્યારે કે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને 60 હજાર 290 મત મળ્યા. તો આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3 હજાર 90 મત મળ્યા. ભાજપના રાજેન્દ્ર ચાવડાએ પ્રથમ રાઉન્ડથી જ કોંગ્રેસના રમેશ ચાવડા પર સરસાઇ મેળવી. અને એક પછી એક રાઉન્ડ બાદ તેમની લીડ મજબૂતીથી વધતી રહી.