ભાજપના ધારાસભ્યો પ્રધાન બને તો શ્રેય હંમેશા મવડીમંડળને જતો હોય છે.પરંતુ આ વખતે વાવ જેવી મજબૂત બેઠકથી પેટા ચૂંટણી જીતેલા સ્વરૂપજીને પ્રધાન મંડળના વિસ્તરણમાં પ્રધાન બનાવતા શ્રેય લેવા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આવ્યા.જી, હા વાવ થરાદના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર રાજ્યકક્ષાના પ્રધાન પદની શપથ લીધા બાદ ભાભર પહોંચ્યા હતા.જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.આ દરમિયાન કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સ્વરૂપજીને અંભીનંદન પાઠવતા બોલી ગયા કે તમારા પ્રધાન પદનો શ્રેય મને જવો જોઈએ કેમ કે સીટ મેં ખાલી કરી વાવ થરાદમાં. રાજકારણનો એક નવો જ ચહેરો સામે આવ્યો છે. વાવની પેટાચૂંટણીમાં. ગેનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોર વિરુદ્ધ પ્રચાર કરતાં જોવા મળ્યા હતા. અને હવે એ જ સ્વરૂપજી ઠાકોર. રાજ્ય કક્ષાના પ્રધાન બન્યા બાદ. તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.