સુરતમાં ભાજપના નેતાને જન્મદિવસની ઉજવણી ભારે પડી ગઇ.એક વિડીયો સામે આવ્યો, જેના આધારે આક્ષેપ મૂકાયો કે પ્રકાશ ખેરનાર નામના નેતાએ પ્રતિબંધ હોવા છતાં જાહેરમાં જન્મદિવસ મનાવ્યો અને આતશબાજી કરી.વોર્ડ નંબર-24ના પ્રમુખે જાહેરમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી.તો બીજી તરફ વીડિયો વાયરલ થતા ઉધના ભાજપના વોર્ડ પ્રમુખે પોતાનો બચાવ કરતા કહ્યું કે.કાર્યકર્તાઓમં ઉત્સાહ હતો એટલે ઉજવણી કરી જો કે તેમણે દાવો કર્યો કે જે સ્થળે ઉજવણી થઇ એ જાહેર જગ્યા ન્હોતી.પણ સોસાયટીની જગ્યા જ હતી. જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરવા પર પ્રતિબંધ છતાં બેફામ રીતે ફટાકડા ફોડીને ઉજવણી કરનારા સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ એ પણ સવાલ છે..કાયદો બધા માટે એક સમાન એવો દાખલો બેસાડવા માટે ઉધના પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું બીજી તરફ વીડિયો વાયરલ થતા ઉધના ભાજપના વોર્ડ પ્રમુખે પોતાનો બચાવ કરતા કહ્યું કે.કાર્યકર્તાઓમં ઉત્સાહ હતો એટલે ઉજવણી કરી પરંતુ અમે જાહેર સ્થળે ઉજવણી નથી કરી સોસાયટીમાં કરી છે.