આ વાત અમે એટલા માટે કહી રહ્યા છીએ. કારણ કે, ફિરોજપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોને થયો છે કડવો અનુભવ. જેમાં ટ્રેનના કેટલાક કોચમાં ટોઈલેટનો દરવાજો વ્યવસ્થિત ન હોવાથી. મહિલા મુસાફરો માટે ખૂબ કપરી સ્થિતિ સર્જાઈ હતી. મહિલા સુરક્ષા મુદ્દે રેલવે વિભાગની આ બેદરકારીનો મુસાફરે વીડિયો પણ બનાવ્યો. તે મુસાફરના મોંઢે જ સાંભળો તેઓએ શું અનુભવ્યું. ધીરજ તેમની પત્ની, પુત્રી અને માતા સાથે ટ્રેનના AC કોચમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ અનુભવ થયો.. તેમની સાથે કોચમાં 60થી વધુ મુસાફર હતા. જેમાં 40થી 45 મહિલા મુસાફરો પણ હતી. તેમને ટોઈલેટનો ઉપયોગ કરવો હોય, તો કોઈ પરિચીતે બહાર ઉભું રહેવું પડે તેવી સ્થિતિ હતી. ટોઈલેટમાં પાણી પણ બરાબર ન આવતું હોવાનો આક્ષેપ કર્યો. તો ટ્રેનના TCને ફરિયાદ કરતા યોગ્ય જવાબ ન મળ્યો. હેલ્પલાઈન નંબર પર સંપર્ક કર્યો, તો સમસ્યાનું સમાધાનનું માત્ર આશ્વાસન મળ્યાનો આક્ષેપ કર્યો. બીજી તરફ અમદાવાદ ડિવિઝન વેસ્ટર્ન રેલવેએ પોતાનો લૂલો બચાવ કર્યો. કહ્યું કે, મુસાફરે સમયસર અને યોગ્ય નંબર પર ફરિયાદ કરી હોત. તો તાત્કાલિક સમસ્યાનું સમાધાન થઈ શક્યું હોત.