અમરેલીના રાજુલાના રામપરામાં ફરી વળ્યાં ધાતરવડી નદીના પાણી,ગામની નદીમાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે તણાયું વાહન,સ્થાનિકોએ વાહનચાલકનું તાત્કાલિક રેસ્ક્યૂ કરી બચાવ્યો જીવ,એક બાઈક પણ તણાતા બાઈકચાલકનું કરાયું રેસ્ક્યૂ,ધાતરવડી ડેમમાં પાણીની આવક વધતા નદી કાંઠાના ગામોમાં મુશ્કેલી અમરેલીના રાજુલામાંથી વરસાદ અનેક મુશ્કેલી લઈને આવ્યો છે.ચારે તરફ મુશ્કેલીના દ્રશ્યો સામે આવ્યા છે.આ તરફ રામપરામાં ધાતરવડી નદીના પાણી ફરી વળ્યાં.ગામની નદીમાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વાહન તણાયું.સ્થાનિકોએ વાહનચાલકનું તાત્કાલિક રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો.એક બાઈક પણ તણાતા બાઈકચાલકનું રેસ્કયૂ કરવામાં આવ્યું.ધાતરવડી ડેમમાં પાણીની આવક વધતા નદી કાંઠાના ગામો મુશ્કેલીમાં મુકાયા છે.