ATSના હાથે ઝડપાયેલા આતંકીઓ એક મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા. જી હા, આ ખુલાસો થયો છે કેન્દ્રીય એજન્સીઓની તપાસમાં. આતંકીઓની ધરપકડ બાદ કેન્દ્રીય એજન્સીઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. અને હવે આતંકીઓની શરૂ થઇ છે ઉલટ તપાસ,તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ વિગતો સામે આવતા જ હવે એજન્સી વધુ સતર્ક બની છે. અને શરૂ કર્યો છે તપાસનો ધમધમાટ. અલકાયદા ઇન્ડિયન ટેરેર મોડ્યુલ માં ઝડપાયેલા આતંકી તપાસમાં મોટો ખુલાસો.ચારેય આતંકીઓ ભારતમાં મોટી આતંકી પ્રવૃતિ અંજામ આપવા વિચારી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આતંકીઓની વાતચીત ના ચેટમાં થયો ખુલાસો.આ આતંકીઓ મોટી કોઈ ધટના ને અંજામ આપ્યા બાદ અરબી દેશમાં ફરાર થવાનું વિચારી રહ્યા હતા. બે પાકિસ્તાનીઓ સાથે દિલ્હીના મોહમ્મદ ફૈક કનેક્શનમાં હતો.7 થી વધુ ગ્રુપ મા આતંકીઓ જોડાયેલા હતા.આ ગ્રુપમાં 20 થી વધુ સભ્યોનું હોવાનું સામે આવ્યું.પકડાયેલ આતંકીઓ ભારતમાં આતંકી પ્રવૃતિ બાદ હિજરત કરવાનું નક્કી કર્યું હતું.આંતકીઓની તપાસમાં અમદાવાદનો ફરદીન શેખ અને યુપીના નોઇડા ઝિશાન અલી ખુદ પોતાની જાતે આતંકી હુમલા કરવા પ્લાનિંગ કરી રહ્યા હોવાનું ખુલ્યું.