ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં વધુ એક ખુલાસો થયો. આંતકવાદીઓએ દિલ્લીની આઝાદપુર મંડીની પણ રેકી કરી હોવાનું પણ સામે આવ્યું. RSS ઓફિસ સહિત મંડીમાં આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા આતંકવાદીઓ. ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓને લઇને મોટો ખુલાસો, આતંકવાદીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ , આતંકીઓએ અમદાવાદ, લખનઉ અને દિલ્લીમાં કરી હતી રેકી, અમદાવાદમાં ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરી હોવાનો ઘટસ્ફોટ, નરોડા ફ્રૂટ માર્કેટ, લાલ દરવાજા સહિતની જગ્યાઓની કરી રેકી ,આતંકીઓએ વીડિયો બનાવી પાકિસ્તાની હેન્ડલરને મોકલ્યાનો ખુલાસો, વિદેશી કટ્ટરવાદીઓના સંપર્કમાં હતો આતંકી અહેમદ સૈયદ, દોઢ મહિના પહેલા અમદાવાદમાં રેકી કરી ગયા હતા આતંકી, હૈદરાબાદનો ડૉ. આતંકી ચાર મહિનાથી અબુ ખદિજાના સંપર્કમાં હતો, UPના આતંકીઓ છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાનના સંપર્કમાં હતા, UPથી આવેલા બન્ને આતંકીઓને 20 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા, આતંકીઓના મોબાઇલમાંથી અનેક મેસેજ અને વીડિયો ડિલીટ કરાયેલા હોવાનું સામે આવ્યું