પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે! 1 જુલાઈ 2026થી પાસપોર્ટ બનાવાવવું મોંઘું થવા જઈ રહ્યું છે. વિદેશ મંત્રાલયે પાસપોર્ટની ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. હવે 36 પાનાંના સામાન્ય પાસપોર્ટ માટે 1,500 રૂપિયાની જગ્યાએ 2,500 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે સીધો 1,000 રૂપિયાનો વધારો! જ્યારે તત્કાલ સેવા હેઠળ પાસપોર્ટ બનાવવો હશે તો ફી 3,500 રૂપિયાથી વધીને 5,000 રૂપિયા થઈ જશે. વિદેશ મંત્રાલયે આ અંગે ગજેટ નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે અને નવા દરો 1 જુલાઈથી લાગુ થશે. ખાસ વાત એ છે કે પાસપોર્ટ ફીમાં છેલ્લે 2012માં ફેરફાર થયો હતો. એટલે કે લગભગ 14 વર્ષ બાદ ફી વધારવામાં આવી છે. તો જો તમે ટૂંક સમયમાં પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા હોવ, તો નવા દરો ધ્યાનમાં રાખવાનું ભૂલતા નહીં!