<div>જેદ્દાહથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં સવારે 03 વાગ્યેને 25 મિનિટે તમામ સીટની તપાસ કરતા સીટ નંબર 30 નીચેથી દાણચોરીનું સોનું મળી આવ્યું. આ સીટ પર સવારી કરનાર મુસાફર અબ્દુલ નાસિર થોટ્ટાથીલ હોવાનું સામે આવ્યું.ત્યારબાદ ઈન્ડિગો એરલાઈન્સના સુરક્ષા જોનારા સિનિયર એક્ઝિક્યુટિવ અને આસિસ્ટન્ટ મેનેજરની સંડોવણી પણ ઝડપાઇ હતી. DRI એ ઈસ્માઈલ કુન્હીપોકર, અલ્તાફ ઉસ્માન કુટ્ટી અને સંદીપની ધરપકડ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.</div> <div></div> <div></div> <div>સોનાની દાણચોરીની મોટી સિન્ડિકેટનો પર્દાફાશ, DRI એ એરલાઇન સ્ટાફ સહિત 3 ની કરી ધરપકડ , મુસાફર પાસેથી રૂ. 1.62 કરોડનું સોનું ઝડપાતા ફુટ્યો ભાંડો, સીટ નીચે લાઇફ જેકેટમાં સંતાડાયુ હતું 1.3 કિલો સોનું, સફેદ ટેપમાં લપેટી લાઇફ જેકેટમાં મૂક્યું હતું સોનું, જેદ્દાહથી આવેલી ફ્લાઈટની સીટ નંબર 30 નીચેથી ઝડપાયું સોનું, ઈન્ડિગો એરલાઈન્સના 2 કર્મચારીઓની સંડોવણી પણ આવી સામે, અમદાવાદનાં 2 શખ્સો કેરિયર્સની ભરતી કરતા હોવાની આશંકા, DRIની તપાસમાં જેદ્દાહનો જમાન શરીફ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું , એરપોર્ટ અને ફ્લાઈટના CCTVનાં આધારે DRIની તપાસ</div>