થોડા સમયથી મંદિરોમાં આયે દિન ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે.એવામાં નવસારી જિલ્લામાં કાંઠા વિસ્તારમાં પણ ચોર ટોળકી સક્રિય થઈ છે.અને મટવાડ ગામમાં ભૂત બાપાના તસ્કરોએ દાનપેટીમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો.પરંતુ આરોપીઓ ભાગવા જતા ગ્રામજનોએ આરોપીઓને ઝડપી પાડ્યા.આ આરોપીઓએ આ પહેલા પણ શિવ મંદિર અને હનુમાન મંદિરમાં પણ ચોરી કરી હતી.ગ્રામજનોએ તસ્કરોને પકડી પાડી પોલીસને સોંપ્યા. ધ્યાનથી જુઓ આ CCTVને.મંદિરમાં દર્શન અર્થે બે તસ્કરો ઘૂસે છે અને તેમાંનો વ્યક્તિ મંદિરના ઓટલે બેસી જાય છે જ્યારે બીજો વ્યક્તિ મંદિરમાં ચારેય તરફ રેકી કરે છે.બાદમાં કોઈ આસપાસ ન હોવાથી તે સીધો જ ગર્ભ ગૃહમાં પ્રવેશે છે.અને ત્યારબાદ બીજો ચોર પણ ગર્ભ ગૃહમાં પ્રવેશે છે,બાદમાં બંને તસ્કર મંદિરની દાનપેટીમાંથી ચોરી કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટના નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારના મટવાડ ગામથી સામે આવી,જ્યાં ભૂત બાપાના મંદિરમાં ચોરી કરવા બંને તસ્કરો મંદિરમાં ચોરી કરવા ઘૂસ્યા હતા પરંતુ ગ્રામજનોએ બન્ને આરોપીને ઝડપી પાડ્યાં હતા.બાદમાં બંને તસ્કરોને કાન પકડીને માફી મગાવવામાં આવી અને પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા.અગાઉ ગામના શિવમંદિર અને હનુમાન મંદિરમાં પણ ચોરી થઈ હતી.જેને લઈને અવારનવાર ચોરી મામલે ગ્રામજનોએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી