જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અનુસાર.ઑક્ટોબર 2024માં નિકાસ 26 હજાર 237 કરોડ રહી હતી. તે ચાલુ વર્ષે ઑક્ટોબર 2025માં 31 ટકાના ઘટાડો થતાં નિકાસ 19 હજાર 172 કરોડ થઈ. ટેરિફ અને સોના-ચાંદીના ભાવમાં ઘટાડાની સાથે દીવાળીનો તહેવાર પણ નિકાસમાં ઘટાડા માટે કારણભૂત છે. ઑક્ટોબરમાં દિવાળીની રજાઓ હોવાથી બજાર બંધ રહી હતી. સાથે તહેવારો માટેના મોટા ભાગનો માલનો સંગ્રહ 27 ઓગસ્ટ પહેલા કરાયો હતો. તેથી ચાલુ વર્ષે, જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. દેશમાં જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં મોટો ઘટાડો, ઑક્ટોબરમાં 31 ટકાના ઘટાડા સાથે નિકાસ 19,172 કરોડ, સોના અને ચાંદીના ઘરેણાંની નિકાસમાં પણ નોંધાયો ઘટાડો, ચાંદીના ઘરેણાની નિકાસ 16 ટકા ઘટી રૂ.1,072 કરોડ થઈ, રંગીન રત્નોની નિકાસમાં પણ નોંધાયો 3.21 ટકાનો ઘટાડો, ટેરિફ, સોના-ચાંદીના ભાવમાં વધઘટના કારણે નિકાસ ઘટી