મોરબી શહેરમાં અગાઉ પણ સાયકલની ચોરીને અંજામ આપી ચૂક્યો છે. છેલ્લા 15 દિવસમાં તસ્કરે કેનાલ રોડ, સતાધાર પાર્ક, એવન્યુ પાર્ક સહિતના વિસ્તારોમાંથી મોંઘીદાટ સાયકલોની ચોરી કરી હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. અને હવે સરદાર બાગ વિસ્તારમાં પણ સાયકલની ચોરી કરી. અને તે દ્રશ્યો પણ CCTV કેમેરામાં કેદ થયા. તસ્કર પણ એવી સાયકલોને નિશાન બનાવી રહ્યો છે, જેને લોક ન કર્યું હોય. જેથી તેની સરળતાથી ચોરી કરી શકાય.