વરસાદની સિઝનમાં સાપ સહિતના સરિસૃપની અવર-જવર વધતી જતી હોય છે.વલસાડ જિલ્લાના વાપીમાં આવેલા ચલા વિસ્તારમાં આવેલી શ્રી રંગ સોસાયટીના મકાનમાં આવી જ ઘટના ઘટી..ટોયલેટમાં ઝેરી સાપ આવી ચડ્યો હતો.આ ઝેરી સાપ ટોયલેટમાં દેખાઈ જતા મહિલાએ સાવધાની પૂર્વક ત્યાંથી નીકળી જઈ લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશનના સ્વયંસેવકોને જાણ કરી હતી. સ્વયંસેવકોએ સાવધાનીપૂર્વક ખૂબ જ ઝેરી ગણાતા અને જીવલેણ ગણાતા કોબ્રા ને રેસ્ક્યુ કર્યો હતો