આણંદના વલ્લભ વિદ્યાનગરમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવી કપિલ દેવ ફાસ્ટ ફૂડ નામની રેસ્ટોરેન્ટને સીલ માર્યું. રેસ્ટોરન્ટમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા જોવા મળ્યા. અનહાઇજેનિક કન્ડિશન અને સડેલા શાકભાજી જોવા મળતા આરોગ્ય વિભાગની ટીમો પણ ચોંકી ઉઠી. એટલું જ નહીં ગ્રાહકોને પિરસાતા ભોજન પણ અખાદ્ય હોવાનું માલૂમ પડ્યું. આખરે આરોગ્ય વિભાગે રેસ્ટોરન્ટના માલિકને નોટિસ ફટકારીને રેસ્ટોરન્ટ સીલ કરી દીધી. દ્રશ્યોમાં જોઇ શકાય છે. કપિલદેવ ફાસ્ટફૂડમાં જરાય સ્વચ્છતા નથી. ગંદકી જ જોવા મળી રહી છે. ખરાબ ખાદ્ય પદાર્થ લોકોને આપવામાં આવી રહ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે સરાજાહેર ચેડાં થઇ રહ્યા છે. અને લોકો આ જ ભોજન ખૂબ ચાવથી ખાય છે. મનપાની કાર્યવાહી બાદ પણ રેસ્ટોરેન્ટ સંચાલકો સફાઇ અને ભોજનની ગુણવત્તા પર ધ્યાન નથી આપતા. થોડા રૂપિયા કમાવવા માટે સંચાલકો ગંદકીવાળું ભોજન પીરસી રહ્યા છે. આવા રેસ્ટોરેન્ટ સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે. જેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં ના થાય.