વરસાદી પાણી ભરાતા. રોગચાળો ફેલાવાની ભીતિ એમ પણ વધી જતી હોય છે. જ્યારે બીજી તરફ નડિયાદમાં. વરસાદ બંધ થયા બાદ પણ પાણી ન ઓસરતા. લોકોની ચિંતા વધી છે. અને આ ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે. વધુ ચિંતાજનક બાબત એ છે કે આવા જ ગંદા પાણીમાં. ફળો ધોઈને. લોકોને વેચવામાં આવી રહ્યા છે. એક લારીવાળાની આવી જ કરતૂત. ટીવી નાઈનના કેમેરામાં કેદ થઈ ગઈ છે. આવા ફળ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ત્યારે પાલિકા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા. આવા લારીવાળાઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઊઠી છે.