BCCIએ ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવી T20 લીગની ફાઈનલ દરમિયાન દેશના જાંબાજ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો નિણર્ભ કર્યો છે. 3 જૂને અમદાવાદમાં યોજાનારી ફાઈનલ મેચમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તથા ત્રણે સશસ્ત્ર દળોના વડાઓને આમંત્રણ પાઠવાયું છે. વિશિષ્ટ મીલીટરી બેન્ડ સાથે દેશભક્તિ ગીતોનું રજુઆત કરશે. GCAના પૂર્વ અધ્યક્ષ નરહરિ અમીને BCCIના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.