દિવાળીના તહેવારમાં અમરેલીમાં રમાતી રમત ખૂબ પ્રખ્યાત છે. આ છે ઈંગોરિયાની લડાઈ. સાવરકુંડલામાં જાણે કે ઈંગોરિયા યુદ્ધ ફાટ્યું હોય તે પ્રકારે આ રમત રમવામાં આવે છે. જો કે આ ખૂબ ફ્રેન્ડલી રમત છે. વર્ષોથી આ પરંપરા યથાવત્ રહી છે. સાવરકુંડલા એક માત્ર ગામ છે, જ્યાં ફટાકડાંને બદલે ઈંગોરિયાથી દિવાળી ઉજવાય છે. યુવાનો ગામના ચોકમાં એકઠાં થાય છે, અને એક બીજા પર ઈંગોરિયા ફેંકે છે.