બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગામોમાં. ખાસ કરીને કાંકરેજ, ધાનેરા અને ડીસા પંથકમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકો કતારો લગાવી રહ્યા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે, પૂરતો જથ્થો આપવામાં આવી રહ્યો નથી. બાઈકમાં માત્ર ૧૦૦ રૂપિયાનું અને ગાડીઓમાં ૫૦૦ રૂપિયાનું જ પેટ્રોલ-ડીઝલ આપવામાં આવી રહ્યું છે. જ્યારે ખેતી માટે મહત્વના એવા ટ્રેક્ટરમાં માત્ર ૭૦૦ રૂપિયાનું જ ડીઝલ મળતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બનાસકાંઠાના વિવિધ ગામોમાં પેટ્રોલ-ડીઝલ માટે લાગી લાઈનો. કાંકરેજ, ધાનેરા અને ડીસા પંથકમાં લાગી લાંબી કતારો. બાઈકમાં 100, ગાડીમાં 500નું પેટ્રોલ ડીઝલ આપતા હોવાનો દાવો. ટ્રેક્ટરમાં 700નું ડીઝલ આપતા હોવાથી હાલાકી. વહેલી સવારથી જ પેટ્રોલ ડીઝલ માટે લાગી લાંબી કતારો. ઘઉં અને પાક કાપણીની સિઝન હોવાથી હાલાકી. પરિસ્થિતિ આવી જ રહેશે તો ચોમાસુ ખેતી મોંઘી થશે. હાલ ઘઉં અને અન્ય પાકની કાપણીની સિઝન ચાલી રહી છે ત્યારે જ ડીઝલની આ તંગી ખેડૂતોની ચિંતા વધારી રહી છે.