પાલનપુર શહેરને અનેક ગામોને જોડતો રસ્તો બિસ્માર. અનેક રજૂઆત બાદ પણ તંત્રના આંખ આડા કાન બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરને બાજુમાં આવેલા કાણોદર અને ચાંગા ગામને જોડતા માર્ગ અત્યંત દયનીય સ્થિતિમાં છે. કેટલાય વર્ષોથી આ રોડ બિસ્માર હાલતમાં હોવા છતાં. તંત્રની નજર આ રોડ પર પડતી નથીં. દરરોજ હજારો વાહન ચાલકોને અકસ્માતના જોખમ સાથે પસાર થવું પડે છે. સ્કૂલના વિદ્યાર્થીઓ, સગર્ભા સહિતના રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે. અનેક રજૂઆત બાદ પણ તંત્ર સમસ્યાને લઈ આંખ આડા કાન કરી રહ્યું છે. આ રોડ 5 વર્ષ અગાઉ બનાવાયો હતો. પરંતુ ત્યારબાદ કોઈ સમારકામ ન થતા. રોડ પર ખાડાનું સામ્રાજ્ય છે. તંત્રની બેદરકારીને કારણે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. સ્કૂલ જતાં બાળકોને બસ સુધા ઉપલબ્ધ થતી નથી. આ બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીનું કહેવું છે કે.રોડ મંજૂર થઈ ગયો છે અને ટૂંક જ સમયમાં રોડનું કામ શરૂ થવાનું છે.