બનાસકાંઠા જિલ્લાના રહેણાક વિસ્તારમાં રીંછની એન્ટ્રી જોવા મળી..ગત રાત્રે બસુ ગામની શેરીમાં આંટાફેરા મારતુ રીંછ CCTVમાં કેદ થઈ હતું. રાત્રિના સમયે ગામમાં બે સ્થળે લાગેલા CCTVમાં રીંછ પસાર થતું કેદ થઈ હતું. રીંછના પાછળ શ્વાન પણ ભસતા નજરે પડ્યા. તો બીજી તરફ પાલનપુર શહેરથી 4 કિલોમીટર દૂર ખેતરમાં પણ રીંછ જોવા મળ્યું હતું. રહેણાક વિસ્તારમાં રીંછ દેખાતા ગ્રામજનોમાં કુતૂહલ અને ફફડાટ ફેલાયો છે. વન વિભાગે રીંછને પકડવા માટે કવાયત હાથ ધરી છે