હવે આયુષ્માન કાર્ડ માટે સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી!કારણ કે હવે માત્ર WhatsApp પર જ મળશે આયુષ્માન ભારત યોજનાની લગભગ તમામ સુવિધાઓ! કેન્દ્ર સરકારે લોન્ચ કર્યો છે.'આયુષ્માન સારથી' WhatsApp Chatbot. હવે માત્ર 'Hi' લખીને મેસેજ મોકલો અને શરૂ થઈ જશે સરકારી સેવા સીધી તમારા મોબાઈલમાં! આ ચેટબોટથી તમે... ✅ તમે યોજના માટે પાત્ર છો કે નહીં તે ચેક કરી શકશો. ✅ નવું આયુષ્માન કાર્ડ બનાવી અને તરત ડાઉનલોડ પણ કરી શકશો. ✅ e-KYC, આધાર લિંક, અને જરૂર પડે તો કાર્ડ Lock અથવા Unlock પણ કરી શકશો. ✅ તમારા નજીકની માન્ય હોસ્પિટલ શોધી શકશો. ✅ વોલેટ બેલેન્સ અને અત્યાર સુધી થયેલી સારવારનો રેકોર્ડ પણ જોઈ શકશો. ✅ ફરિયાદ નોંધાવી, તેનું સ્ટેટસ ટ્રેક કરી અથવા Call Back ની વિનંતી પણ કરી શકશો. અને 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટેના Ayushman Vay Vandana Card વિશે પણ માહિતી મળશે. ઉપયોગ કેવી રીતે કરશો? સૌથી પહેલા +91 72908 23838 નંબર સેવ કરો. પછી WhatsApp પર "Hi" લખીને મેસેજ મોકલો. બસ 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ સેવા તમારા મોબાઈલમાં ઉપલબ્ધ! તો હવે કહો. શું આ નવી WhatsApp સેવા લાખો લોકોનો સમય અને સરકારી કચેરીઓના ધક્કા બચાવશે? આ માહિતીને સેવ કરી લેજો. સાથોસાથ LIKE, SHARE અને મને FOLLOW કરવાનું ભૂલતા નહી...કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવો