રાજ્યમાં રિક્ષા ભાડા વધારાને સરકારની મંજૂરી..છેલ્લા ઘણા સમયથી રિક્ષા ચાલકો ભાડા વધારવાની કરતા હતા માગ. 1.2 કિલોમીટરનું મીનીમમ ભાડું 25 રૂપિયા કરવામાં આવ્યું..રનિંગ ભાડું 1 કિમીના 20 રૂપિયા કરવામાં આવ્યું..રાજ્ય સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે પરિપત્ર કરીને નવા ભાડા કર્યા જાહેર. છેલ્લા ઘણાં સમયથી CNGના ભાવ વધારા બાદ રિક્ષા ચાલકો ભાડા વધારાની માગ કરી રહ્યા હતા. લાંબા સમયથી આ અંગે રજૂઆતો પણ કરવામાં આવી રહી હતી. જો કે સરકાર તરફથી કોઈ જવાબ ન મળતા સવા મહિના પહેલાં જ ભાડા વધારા પણ કરી દેવાયા હતા. જો કે હવે સરકારે સત્તાવાર રીતે ભાડા વધારાને મંજૂરી આપી છે. અને રાજ્ય સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા નવા ભાડા અંગેનો પરિપત્ર પણ જાહેર કરી દેવાયો છે. જે અંતર્ગત હવે 1.2 કિ.મી. સુધી મિનિમમ ભાડું 25 રૂપિયા વસૂલી શકાશે. અને ત્યારબાદ પર કિલોમીટર દીઠ જે ભાડું અગાઉ 15 રૂપિયા હતું તે વધારીને 20 કરવામાં આવ્યું છે. દર 200 મીટરે 4 રૂપિયા વસૂલવાની જોગવાઈને મંજૂરી મળી છે. સરકારે ભાવ વધારાને મંજૂરી આપતા રાજ્યભરના રિક્ષા ચાલકો અને યુનિયનોમાં ખુશીનો માહોલ છે.