ગાંધીનગરના સેક્ટર 24માં જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરનારા ઝડપાયા છે. CCTVમાં જોઈ શકાય છે કે આરોપીઓ જ્યારે સોની વેપારીને ત્યાં લૂંટ કરવા આવ્યા ત્યારે તેમણે વેપારી પાસેથી સોનાનો દોરો માંગ્યો હતો. જોકે દુકાનમાં અનેક લોકો હાજર હોવાથી લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. દુકાનદારે બૂમાબૂમ કરતા અનેક લોકો પણ ભેગા થઈ ગયા હતા. જે બાદ વેપારીએ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે બે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.આપને જણાવી દઈએ કે 30 જુલાઈએ જ્વેલર્સના ત્યાં લૂંટના પ્રયાસની નોંધાઈ ફરિયાદ હતી,પોલીસે સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાસેથી આરોપીઓની ધરપકડ કરી છે.જો કે મુખ્ય સૂત્રધાર ફરાર હોવાથી પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરી છે.લૂંટના પ્રયાસમાં વપરાયેલી પિસ્તોલ પણ પોલીસે જપ્ત કરી છે.