વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને ગઠિયાઓએ ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો. ધારાસભ્યને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. જેણે મુંબઈથી બોલતા હોવાની વાત કરીને નોટિસ મોકલ્યાનું ધારાસભ્યને જણાવ્યું. જો કે, ધારાસભ્ય સજાગ હતા. અને ગઠિયાને આપ્યો વળતો જવાબ. યોગેશ પટેલે આ ઘટના અંગે પોલીસ કમિશનર તેમજ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. જે નંબર પરથી ફોન આવ્યો હતો એની વિગત સાયબર સેલમાં પણ આપી.. તેમણે રજૂઆત કરી છે કે, રસ્તે દુકાનો અને લારીઓમાં સીમકાર્ડ વેચતા લોકો પર અંકુશ જરૂર છે. વધતા સાયબર ક્રાઈમ સામે કડક પગલાં લેવાય તેવી તેમણે માગ કરી છે.