ઠાકોર સમાજમાં દારૂની બદી મુદ્દે આગેવાનોએ વ્યક્ત કર્યો રોષ.યુવાનોને દારૂના દૂષણથી દૂર રહેવા કરી અપીલ..ઠાકોર સમાજે દારૂના દૂષણને લીધે ઘણું ખોયું છે. "અમે ઈચ્છીએ કે સમાજના યુવાનો આ દિશામાંથી બહાર આવે"."ઠાકોર સમાજનો યુવાન મુખ્ય ધારામાં આવે, શિક્ષણ અને રોજગાર મેળવે".સમાજમાં એ હદે વ્યસન કે દારૂનો દરિયો પણ પી જાય છેલ્લા ઘણા દિવસથી ઠાકોર સમાજના નેતાઓ સમાજમાં રહેલા કૂરિવાજો અને બદીઓને તિલાજંલિ આપવા બીડુ ઝડપ્યું હોય તેવ નિવેદનો સતત સામે આવી રહ્યા છે.ત્યારે આ વખતે મહેસાણા જિલ્લામાં ઠાકોર સમાજના એક કાર્યક્રમમાં દારૂની બદી મુદ્દે આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો અને યુવાનોને દારૂના દૂષણથી દૂર રહેવા અપીલ કરી.આ અંગે બહુચરાજીમાં યોજાયેલ ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે યુવાનોને વ્યસનથી દૂર રહેવા હાંકલ કરી હતી. તો ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરે ટીપ્પણી કરતાં કહ્યું હતું કે. સમાજમાં એ હદે વ્યસન છે કે દારૂનો દરિયો પણ લોકો પી જાય.તેમણે ટકોર કરી હતી કે સમાજમાં શિક્ષણ ઓછું છે. શિક્ષણ વધારવાની જરૂર છે