ખેડામાં લાંચ વિરોધી બ્યુરો (ACB) દ્વારા સનસનાટી ભર્યું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. SC-ST સેલના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) જયદીપસિંહ સોઢાને ₹4 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ASI સોઢાએ એટ્રોસિટીના કેસમાં આરોપીની ધરપકડ ન કરવા અને માત્ર નોટિસ આપીને જવા દેવા માટે આરોપીના પરિવાર પાસેથી ₹4 લાખની લાંચની માંગણી કરી હતી. ACB એ SOG કચેરીના કમ્પાઉન્ડમાં જ વ્યૂહાત્મક છટકું ગોઠવીને આ ભ્રષ્ટ પોલીસકર્મીને પકડ્યો હતો અને લાંચની રકમ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.