ખેડા જીલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે અહીં એક હલકી ગુણવત્તા વાળી કેનાલ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ખેડાની વાંઠવાળી કેનાલની નબળી ગુણવત્તા અંગે ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે CMને રજૂઆત કરી હતી, જે રજૂઆતના 24 કલાકમાં આ કેનાલ પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે. ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર ખેડાના મહેમદાવાદના ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ પ્રધાન અર્જૂનસિંહ ચૌહાણે માઈનોર કેનાલમાં ભષ્ટાચારની પોલ ખોલી હતી, તેમણે મહેમદાવાદના વાઠંવાડી ગામ પાસેથી પસાર થતી કેનાલની ગુણવત્તા ચેક કરી હતી. ધારાસભ્યએ અહીં જાતે હથોડી લઈને કામનું નિરિક્ષણ કર્યું હતુ અને સામાન્ય હથોડીના ફટકા મારતા જ કેનાલમાંથી સિમેન્ટની પરત ઉખડી ગઈ હતી. જે બાદ ધારાસભ્યએ CMને રજૂઆત કરી હતી અને તે રજૂઆત બાદ આજે આ કેનાલને તોડી પાડવામાં આવી છે. મળતી માહિતી મુજબ ખેડાના વાંઠવાળી પાસે બની રહેલી માઇનોર કેનાલમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાતા સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે આકસ્મિક નિરીક્ષણ કર્યું હતુ. આ દરમિયાન કામગીરીમાં હલકી ગુણવત્તા વાળો માલ વપરાતો હોવાનું જાણ થતા તેમણે CMને રજૂઆત કરી હતી. જે બાદ કેનાલનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.