અરવલ્લીમાં ગઢા તાલુકા પંચાયતની બેઠકમાં ફોર્મ ભર્યા બાદ ઉમેદવાર બદલાઈ જતાં સામાજીક આગેવાનોમાં રોષની લાગણી ફેલાઈ છે. શિલ્પા મકવાણાની ટિકિટ કપાયા બાદ નીલમ ઝાલાએ મેન્ડેટ સાથે ફોર્મ ભરતાં વિવાદ સર્જાયો છે.. શિલ્પા મકવાણાના સમર્થકોનું કહેવું છે કે ટિકિટની જાહેરાત થતા અંદાજે 1500 જેટલા લોકોને એકઠા કરીને ભવ્ય જમણવારનું આયોજન કરાયું હતું.. અને વાજતે-ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું પરંતું ફોર્મ ભરાયા બાદ મેન્ડેટ બદલાઈ ગયું.. સમર્થકોનો આરોપ છે કે ધારાસભ્ય દ્વારા તેના સંબંધીને ટિકિટ અપાઈને છેલ્લી ઘડીએ મેન્ડેટનો ખેલ પડાયો છે. ત્યારે ભાજપ દ્વારા અન્યાય થયાનો સૂર ઉઠ્યો છે.