અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલી સિસ્ટમ ગુજરાત માટે જોખમી નહીં. અને એટલે જ વાવાઝોડું આવવા અંગે જે આશંકાઓ વ્યક્ત કરાઈ રહી હતી. તે હવે ગુજરાતમાં આવવાનું નથી. હાલમાં દરિયામાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. વેલ-માર્ક લો પ્રેશરને કારણે મહારાષ્ટ્ર અને કોંકણમાં વરસાદ થશે. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ડીપ્રેશનમાં બદલાય તેવી શક્યતા છે. જો કે દરિયામાં બની રહેલી સિસ્ટમ ગુજરાત માટે જોખમી નથી. માત્ર દરિયાકિનારાના વિસ્તારોમાં જ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.