સુરતના અનેક વિસ્તારોમાં AQI 250ને પાર પહોંચી ગયો છે. અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ધુમ્મસિયા વાતાવરણ અને ઊંચા AQIને પગલે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. વાયુ પ્રદૂષણને પગલે. ફેફસાંને નુકસાન થવાનું જોખમ ઊભું છે. અને બીજી તરફ. શહેરનું AQI જણાવતું. અઠવા ગેટ પાસે મુકેલ ડિસ્પ્લે પણ બંધ છે. એટલે કે વધતા વાયુ પ્રદૂષણને અટકાવા માટેના પગલાં તો નથી જ લેવાઈ રહ્યા. પણ, લોકો હવાની ગુણવત્તા શું છે તે પણ જાણે તેમનાથી છૂપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.