કેબ એગ્રિગેટર્સ હવે પીક ટ્રાફિક અવર્સમાં મૂળ ભાડા કરતાં વધુ ભાડું લઈ શકશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે નવી મોટર વ્હિકલ એગ્રીગેટર ગાઇડલાઇન્સ 2025 લાગુ કરી છે. જે અનુસાર, કેબ એગ્રિગેટર્સને પીક ટ્રાફિક અવર્સમાં મૂળ ભાડા કરતાં બમણાં સુધી વધુ ભાડું વસૂલી શકે તે માટે મંજૂરી આપવામાં આવી,અત્યારસુધી તેઓ દોઢ ગણું વધુ ભાડું વસૂલી શકતા હતા.જેના કારણે આગામી દિવસોમાં એપ્લિકેશન આધારિત કેબ સર્વિસ મોંઘી બનશે.આ ઉપરાંત કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આગામી 3 માસમાં નવી ગાઇડલાઇન્સ લાગુ કરવા સૂચિત કર્યા.ભાડામાં આ વધારો એગ્રિગેટર્સ પ્લેટફોર્મની વધુ પડતી માગ દરમિયાન સરળતા માટે તેમજ કિંમત અને સંચાલન માટેની મુશ્કેલીઓ દૂર કરવા લાગુ કરવામાં આવી છે