રાજ્યમાં આગામી 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. અંબાલાલ પટેલે કરી છે તદ્દન નવી આગાહી. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ વરસાદી રાઉન્ડ 8 ઓગસ્ટથી શરૂ થઈને 15 ઓગસ્ટ સુધી ચાલશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવોથી ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ, અંબાલાલ પટેલે ખેડૂતો માટે એક મહત્વની ચિંતાજનક ચેતવણી પણ જાહેર કરી છે. તેમના મતે, ઓગસ્ટના આ બીજા અઠવાડિયામાં પડનારા વરસાદને કારણે ખેતીના પાકમાં જંતુ અને જીવાતોનો ઉપદ્રવ વધવાની પૂરેપૂરી શક્યતા છે. આથી, ખેડૂતોએ અત્યારથી જ પોતાના ઊભા પાકની વિશેષ કાળજી રાખવી પડશે.