કચ્છના કંડલા પોર્ટ પર વધુ એક LPG ટેન્કરનું આગમન. સાયમી નામનું LPG ટેન્કર કંડલા પોર્ટ પહોંચ્યું. 20 હજાર ટન LPG સાથે ભારત પહોંચ્યું ટેન્કર. કતારથી નીકળેલા સાયમી ટેન્કરે 13 મેના હોર્મુઝ પસાર કર્યું હતું. 21 ક્રુ સાથે ભારત પહોંચ્યું સાયમી ટેન્કર. સાયમી ટેન્કરના આગમનથી LPGનો પુરવઠો પુરો પાડવામાં મળશે રાહત. ઉલ્લેખનીય છે કે યુદ્ધની સ્થિતિમાં માર્ચથી અત્યાર સુધીમાં 13 ભારતીય જહાજ હોર્મુઝ પસાર કરી ભારત આવ્યા છે. જેમાં 12 LPG ટેન્કર છે જ્યારે કે એક ક્રુડ ઑઈલનું ટેન્કર છે.. હજુ 12 જેટલા જહાજ હોર્મુઝમાં અટકેલા છે, જે ભારત તરફ આવવા માંગે છે