ગુજરાતમાં થોડા સમય અગાઉ કમોસમી વરસાદ અને ધોધમાર માવઠાં વરસાવનાર સીસ્ટમ પણ બંગાળની ખાડી તરફથી આવી હતી. ત્યારે આ સીસ્ટમની રાજ્ય પર શું અસર થશે તે થોડા દિવસોમાં નક્કી થશે. હવામાન વિભાગ અનુસાર ૨૪ નવેમ્બર આસપાસ તે ડિપ્રેસનમાં ફેરવાશે અને વધુ શક્તિશાળી બનીને તા.29 સુધીમાં પશ્ચિમ કે ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી ચાર દિવસમાં સવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્શિયસ જેટલો વધરો થશે.