ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની મતગણતરી શરૂ થાય એ પહેલા આમ આદમી પાર્ટીને વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડૂતોમાં મજબૂત પકડ ધરાવતા સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓમાંથી મુક્ત થવાની જાહેરાત કરી છે. થોડા સમય પહેલા જ રાજુ કરપડાએ પાર્ટી છોડ્યા બાદ, હવે સાગર રબારીના વિદાયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં ગાબડું પડ્યું છે.સાગર રબારીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગેની જાહેરાત કરી હતી. ખેડૂત નેતા તરીકેની ઓળખ ધરાવતા સાગર રબારી આમ આદમી પાર્ટીના મજબૂત સ્તંભ ગણાતા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં તેમની ભૂમિકા મહત્ત્વની રહી છે. રાજુ કરપડા બાદ હવે સાગર રબારીએ પણ રાજીનામું આપતા, આગામી ચૂંટણીઓમાં પાર્ટીની વ્યૂહનીતિ પર મોટી અસર પડી શકે છે. બીજી તરફ આ મામલે AAP નેતા મનોજ સોરઠીયાનું કહેવું છે કે સાગર રબારી કોઈ રાજકીય માણસ નહોતા અને AAPમાં કોઈ આંતરીક ડખો નથી