રાજકોટ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે આનંદીબહેન પટેલનાં પુત્રી અનાર પટેલની જાહેરાત. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અનાર પટેલના નામની ઘોષણા કરી. હવે ખોડલધામ સંગઠનનું કામકાજ અનાર પટેલ સંભાળશે. નરેશ પટેલે મંચ પરથી અનાર પટેલના નામની જાહેરાત કરતા જ. નિર્ણયને હાજર સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા બાદ. હવે સંગઠનને લગતા તમામ પાયાના કામની ધૂરા. અનાર પટેલ સંભાળશે. ઉલ્લેખનીય છે કે અનાર પટેલ. ખોડલધામના ટ્રસ્ટી પણ રહી ચુક્યા છે. ખોડલધામ પાટોત્સવના સમારોહમાં. નવા બનેલા 43 ટ્રસ્ટીઓ પૈકી અનાર પટેલનો સમાવેશ કરાયો હતો. અગાઉ અનાર પટેલ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે અને વિધાનસભાની ચૂંટણી લડશે... તેવી વાતો પણ વહેતી થઈ હતી. પરંતુ, હાલ તે લેઉવા પાટીદારોની ધાર્મિક સંસ્થા.ખોડલધામનું સંગઠન સંભાળશે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે. સંગઠનને વધુ મજબૂત કરવા... અને યુવા તેમજ મહિલા શક્તિને જોડવા આ નિર્ણય લેવાયો છે. આપને જણાવી દઈએ કે અનાર પટેલ. સમાજસેવામાં પણ સક્રિય છે. તેઓ "ગ્રામશ્રી" નામની એનજીઓના મેનેજિંગ ટ્રસ્ટી છે. અને "ક્રાફ્ટ રુટ્સ" નામે અભિયાન પણ ચલાવે છે. જેના દ્વારા ગ્રામીણ વિસ્તારના કલાકારો, હસ્તકલા કારીગરોને ટેકો આપવામાં આવે છે. હાલ તે ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની. સામાજિક જવાબદારી સમિતિના સહ-અધ્યક્ષ તરીકે કાર્યરત છે.